દાહોદ જિલ્લામાં આગામી તા.૭ મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા, દેવગઢબારિયા તથા લીમખેડા ખાતે EVM રિસીવ ડિસપેચીગ સેન્ટર, પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગરૂમ, મતદાન મથકો અને સરહદી ચેકપોસ્ટની જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે અને જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા ચુંટણી અધિકારીએ મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીને યોગ્ય સૂચન આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મદદનીશ ચુંટણી અધિકારી મીતેશ વસાવા, ગરબાડા મામલતદાર એસ.બી. નાયક, ધાનપુર મામલતદાર રાકેશ મોદી, દેવગઢબારિયા મામલતદાર સમીર પટેલ, લીમખેડા મામલતદાર એસ.જી.પટેલ સહિત પોલીસ અધિકારીઓ અને કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.