PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ એમએલએ ગ્રાન્ટમાંથી રૂપિયા ૩,૦૦,૦૦૦/- ફાળવ્યા.દાહોદ એસટી ડેપો મેનેજર દ્વારા દિન ત્રીસમાં પિકઅપ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ કરવાની મૌખિક બાંહેધરી આપવામાં આવી. ગરબાડાના ડે.સરપંચ જયેશ જોશી દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની એમએલએ ગ્રાન્ટમાંથી રૂપિયા ૩,૦૦,૦૦૦/- ના ખર્ચે ગરબાડામાં નવીન પિકઅપ સ્ટેન્ડનું ખાતમુર્હુત આજરોજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ એસટી ડેપો મેનેજર સહિત ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી તથા ગરબાડાના ડે.સરપંચ તથા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા તેમજ મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. નવીન પિકઅપ સ્ટેન્ડનું ખાતમુર્હુત થતાં ગરબાડાના ડે.સરપંચ જયેશ જોશી દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દિન ત્રીસમાં નવીન પિકઅપ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ કરવાની મૌખિક બાંહેધરી દાહોદ એસટી ડેપો મેનેજર દ્વારા આપવામાં આવતા ઉપસ્થિત ગામલોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા તાલુકો બન્યાને ૧૮ વર્ષ ઉપરાંતનો સમય થયો તેમ છતાં ગરબાડામાં પીકઅપ સ્ટેન્ડ કે બસ સ્ટેન્ડ આજદિન સુધી બનાવવામાં આવ્યું નથી. હવે જોવું રહ્યું કે દિન-૩૦ માં નવીન પિકઅપ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ થશે કે કેમ ?