PRIYANKCHAUHAN – GARBADA
હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૩૩ ગરબાડા મત વિસ્તારમાં આવતા ગરબાડા, દાહોદ, અને ધાનપુર વિસ્તારના વિજેતા સરપંચો તથા ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ ૧૩૩ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ.૨૭/૦૧/૨૦૧૭ ના રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા મુકામે વિશ્રામ ગૃહ ખાતે બપોરે ૦૧:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ પટેલ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા, જિલ્લા સભ્યો નીલમસિંહ, ચંદ્રભાણસિંહ, દક્ષાબેન ગણાવા, ગરબાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લાલચંદભાઈ તથા ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ ચૌહાણ તથા ચંદ્રકાંતાબેન ધાનકા, ગોપાલભાઈ પરમાર, રમસુભાઈ વિગેરે તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૧૩૩ ગરબાડા મત વિસ્તારના વિજેતા ૮૨ સરપંચો તેમજ ૮૨ ડેપ્યુટી સરપંચો પૈકી ઉપસ્થિત રહેલ ૫૫ સરપંચો તથા ૫૫ ડેપ્યુટી સરપંચોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને બેગ ભેટમાં આપવામાં આવી હતી. જ્યારે ૨૭ સરપંચો તથા ૨૭ ડેપ્યુટી સરપંચો ઉપસ્થિત રહ્યા ન હતા.
વધુમાં ૧૩૩ ગરબાડા મત વિસ્તારમાં આવતા પાંચ જેટલા ગામોના ભારતીય જનતા પાર્ટીના ૧૦૦ જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસમાં જોડાતા તેમનું પણ ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.