PRIYANK CHAUHAN – GARBADA
ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અન્ય કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસમાં ભારે હડકંપ મચી ગયેલ છે.
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતનાં કોંગ્રેસી ધારાસભ્યોના પરિવારને સુરક્ષા આપવા ધારાસભ્યોના નિવાસ સ્થાને પોલીસ રક્ષણ ગોઠવવા ચૂંટણીપંચે ગુજરાત સરકારને આદેશ કરતાં ચૂંટણી પંચના આદેશથી ગુજરાત સરકારે ગરબાડા (૧૩૩) ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના નિવાસ સ્થાને પોલીસ રક્ષણ આપવાનો આદેશ કરતાં તે આદેશ અનુસાર દાહોદ પોલીસ અધિઅધિક્ષક મનોજ નિનામા દ્વારા ગરબાડા (૧૩૩) ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના ગરબાડા (નવાફળીયા) નિવાસ સ્થાને પોલીસ રક્ષણ ગોઠવવામાં આવેલ છે. જે તસવીરમાં નજરે પડે છે.
જોકે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમના પુત્રની તબીયત નાદુરસ્ત હોવાના કારણે હાલમાં અમદાવાદ મુકામે છે તેવું જાણવા મળેલ છે.