PRIYANK CHAUHAN – GARBADA
કેરળમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મુક્તિ મેળવવા માંગતા નાગરિકો તેમજ ખેડૂતો વરસાદની ભારે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગરબાડા પંથકમાં વાતાવરણમાં એકાએક પરીવર્તન આવતા છેલ્લા બે દિવસથી આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઇ જતાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટા પડતાં લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.
ગરબાડા પંથકમાં વાતાવરણમાં એકાએક પરિવર્તન આવતાં વરસાદી ઝાપટાં પડતાં પ્રજાએ ગરમીથી મહદ અંશે રાહત અનુભવી હતી.