THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગરબાડા પંથકમાં ખેતીલાયક વરસાદ વરસ્યો હતો પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવા છતાં મેઘરાજાએ રીસામણાં લેતાં સમગ્ર પંથકની પ્રજા સહિત ખેડૂત આલમ ચિંતિત બન્યો છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ખેંચાવાના કારણે ગરબાડા નગર સહિત સમગ્ર પંથકમાં ઉકળાટના પ્રમાણમાં ખુબજ વધારો થયો છે તથા વરસાદ ખેંચાવાના લીધે મકાઇ, ડાંગર તથા અન્ય પાક પણ નુકશાનીના આરે છે.
વરૂણદેવ અને ઇન્દ્રદેવ પ્રસન્ન થાય અને આગામી દિવસોમાં ગરબાડા પંથકમાં મેઘરાજા મેઘમહેર કરે અને પાકને જીવતદાન મળે તે માટે અને ગરબાડા પંથકના નદી નાળા, તળાવ છલકાય તે માટે વરૂણ દેવને મનાવવા માટે ગરબાડા પંથકના લોકો સારા વરસાદની અપેક્ષાએ અવનવા પ્રયોગો અજમાવી રહ્યા છે ત્યારે ગરબાડામાં (તળાવની પાળ ઉપર આવેલ) ચામુંડા માતાજીના મંદિરે ગરબાડાના ઉત્સાહી નગરજનો દ્વારા આજે તા.૨૯/૦૭/૨૦૧૯ ને સોમવારના ના રોજ પર્જન્ય યાગ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જોડા પર્જન્ય યાગમાં બેસાડવામાં આવ્યા અને વરૂણ દેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી આ ચાર જોડાઓ દ્વારા હવન કુંડમાં આહુતિ હોમી સાંજના સમયે હવનની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.