ગરબાડા પોલિસ તારીખ.૨૫/૦૨/૨૦૧૬ ના રોજ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન ગરબાડા નગરના ટેકરા ફળિયામાંથી રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે ત્યાથી પસાર થતી બાઇક નંબર.GJ.20.AA.3821 ઉપર સવાર બે ઇસમો પોલિસને શંકાસ્પદ લગતા પોલિસે બાઇક રોકાવીને તેઓની પૂછપરછ કરતાં તેઓ મોટીલછેલી ગામના શ્રવણભાઈ મોહનભાઇ દેવડા તથા કમલેશભાઈ રમણભાઈ પાટોદ હોવાનું જણાવેલ ત્યારબાદ પોલિસે તેઓની વધુ પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં જેથી પોલિસને શંકા જતાં તેઓની અંગજડતી લેતા તેઓની પાસેથી તેઓએ ગેરકાયદેસર રીતે રાખેલા ૧૦૦/- રૂપિયાની કિમતના શક્તિમાન એક્સપ્રેસના માર્કાવાળા બાર બોર બંદુકના બે જીવતા કારતૂસ મળી આવતા ગરબાડા પોલીસે આ બંનેની અટક કરી તેમની પાસેથી ૧૦૦/- રૂપિયાની કિમતના બે જીવતા કારતૂસ તથા રૂ.૨૦,૦૦૦/- ની કિમતની બાઇક કબ્જે લઈ ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.સેકંડ.ગુ.ર.નં. ૨૭/૧૬ આર્મ્સ એક્ટ કલમ.૨૫(૧)(૧)એએ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.