PRIYANK CHAUHAN – GARBADA
THIS NEWS IS SPONSORD BY: RAHUL MOTORS
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર અસરકારક પ્રોહી રેઇડોનું આયોજન કરી પ્રોહી બંદી સદંતર બંધ કરાવી નેસ્તોનાબુદ કરવા સારું જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને જરૂરી લેખિત તેમજ મૌખિક સૂચના અને માર્ગદર્શન કરેલ.
જે સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને આજ રોજ ગરબાડા P.S.I.એ.એન.સોલંકી તેમના સ્ટાફના માણસો સાથે એમ.પી તરફથી આવતા રસ્તા ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળેલ હતી કે, એક સફેદ કલરની ટાટા મેજિક ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી ગાંગરડા ચાર રસ્તા તરફ આવે છે તેવી મળેલ બાતમીના આધારે ગરબાડા પોલીસ ટાટા મેજિક ગાડીની વોચમાં ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈસારો કરતાં ગાડીનો ચાલક નરેશભાઇ રમણભાઈ ભુરિયા, રહે.વરમખેડા, તા.જી.દાહોદ થોડે દૂર ગાડી ઊભી રાખી ભાગવા લગતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી તેને ઝડપી પાડેલ અને ટાટા મેજિક ગાડીમાં જોતાં વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૨ જેમાં નાની મોટી બોટલો નંગ.૪૫૬ જેની કુલ કિંમત ₹.૩૩,૬૦૦/- નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ગરબાડા પોલીસે ₹.૩૩,૬૦૦/- નો ઇંગ્લિશ દારૂ તથા ટાટા મેજિક ગાડી નંબર.GJ 20 U 9929 જેની કિંમત ₹.૧,૫૦,૦૦૦/- સહિત કુલ ₹.૧,૮૩,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે અને પકડાયેલ ઈસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.