PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ગરબાડા તાલુકાનાં દેવધા ગામેથી બોલેરો પિકઅપ ગાડીમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધી રાખી કતલખાને લઈ જવાતા બળદ નંગ-૪ તથા વાછરડા નંગ-૨ સહિત બોલેરો પિકઅપ ગાડી કબજે લઈ તેની સાથે એક ઇસમની અટક કરેલ છે જ્યારે એક ઈસમ ભાગી છૂટવામાં સફળ થયેલ છે. આ બાબતે ગરબાડા પોલીસે એનિમલ ટુ ક્રૂએલ્ટી એક્ટની કલમ.૩,૧૧(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધારેલ છે અને કબજે કરેલ પશુધનને ઝરીકળશીયા ગામે આવેલ ગૌશાળામાં મોકલી આપેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ગરબાડા તાલુકાનાં દેવધા ગામે દાહોદ જિલ્લાના મોટીખરજ ગામના નાગુ દલાભાઈ ભાભોર તથા ભારતાભાઈ લાલજીભાઈ ભાભોર તેઓના કબજાની બોલેરો પિકઅપ નંબર.જીજે.૨૦.વી.૭૪૭૪ માં બળદ નંગ-૪ તથા વાછરડા નંગ-૨ ને ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધી ઘાસચારા પાણીની વ્યવસ્થા નહીં રાખી કતલખાને લઈ જતાં હતા ત્યારે પોલીસને જોઈ નાગુ દલાભાઈ ભાભોર નાસી ગયેલ છે જ્યારે ભારતાભાઈ લાલજીભાઈ ભાભોર પકડાઈ ગયેલ તથા આ બળદ તથા વાછરડા ક્યાથી લવેલ છે અને ક્યાં લઈ જવાના છે તેમ પકડાયેલ ભારતાભાઈ લાલજીભાઈ ભાભોરને પુછતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં જેથી ગરબાડા પોલીસે બળદ નંગ-૪ કિમત રૂપિયા ૧૬૦૦૦/- તથા વાછરડા નંગ-૨ કિમત રૂપિયા ૪૦૦૦/- તથા બોલેરો પિકઅપ ગાડી નંબર.જીજે.૨૦.વી.૭૪૭૪ કિમત રૂપિયા ૩૦૦૦૦૦/- કબજે કરી સાથે ભારતાભાઈ લાલજીભાઈ ભાભોરની અટક કરી એનિમલ ટુ ક્રૂએલ્ટી એક્ટની કલમ.૩,૧૧(ડી) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.