Tuesday, December 24, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા પોલીસે બાતમીના આધારે વોચ રાખી બે બોલેરો ગાડીમાંથી ₹ ૨૪૨૩૦૦/- ની...

ગરબાડા પોલીસે બાતમીના આધારે વોચ રાખી બે બોલેરો ગાડીમાંથી ₹ ૨૪૨૩૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડી બે ગાડીઓ સહિત કુલ ₹ ૯૯૨૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો.

PRIYANK CHAUHAN – GARBADA

 

એક તરફ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેને લઈને બુટલેગરો પણ દારૂની વેપલો વધારવા વધુ સક્રિય બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ગરબાડા તાલુકાના નઢેલાવ ગામનો ઈસમ બોલેરો ગાડીમાં મધ્યપ્રદેશથી દારૂ લાવનાર છે તેવી ખાનગી રાહે બાતમી ગરબાડા PSI ને મળતા ગરબાડા PSI એ તેમના સ્ટાફના માણસો સાથે ભરસડા ગામે વોચ રાખી નઢેલાવ ગામના બે ઇસમો દ્વારા મધ્યપ્રદેશથી બે બોલેરો ગાડીમાં લાવવામાં આવતો ₹ ૨૪૨૩૦૦/- ની કિંમતની વિદેશી દારૂ તથા બીયરની કુલ ૧૦૭ પેટીઓ તથા ₹ ૭૫૦૦૦૦/- ની કિંમતની બે ગાડીઓ સહિત કુલ ₹ ૯૯૨૩૦૦/- નો મુદ્દામાલ ગરબાડા પોલીસે કબ્જે કરેલ છે. જે તસવીરોમાં નજરે પડે છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસારદાહોદ જિલ્લો મધ્યપ્રદેશરાજસ્થાન રાજ્યની સરહદે આવેલ હોય જેથી દારૂની હેરાફેરી કરતાં તથા દારૂનું વેચાણ કરતાં ગુન્હેગારો ચૂંટણી દરમ્યાન હેરાફેરી ન કરે તે માટે નાકાબંધીમાં રહેવાની તથા પ્રોહી રેઈડો કરવાની પોલીસ અધિક્ષક સાહેબ દાહોદનાએ સૂચનાઓ આપેલ હોય જે સૂચના આધારે અધિક પોલીસ અધિક્ષક તેજસ પટેલનાઓની રાહબરી હેઠળ ગરબાડા PSI તથા ગરબાડા પોલીસ સ્ટેશનના જવાનોને ખાનગી બાતમીદારો રોકી દારૂની હરાફેરી તથા વેચાણ કરનાર ગુન્હેગારો બાબતે માહિતી મેળવવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કરેલ.

જે આધારે આજ તારીખ.૦૪/૧૧/૨૦૧૭ ના રોજ ગરબાડા PSI ને ખાનગીરાહે બાતમી મળેલ હતી કેનઢેલાવ ગામના કમલેશભાઈ નવલસીંગ હઠીલા પોતે આગળ પાઇલોટિંગ કરી મધ્યપ્રદેશમાંથી ઇંગ્લિશ દારૂ ભરીને લાવનાર છે જે બાતમીના આધારે ગરબાડા પોલીસ ગરબાડા તાલુકાના ભરસડા ગામે વોચમાં હતા તે દરમ્યાન GJ.20.A.3901 નંબરની એક બોલેરો ગાડી આવતા તેને રોકવા જતાં ગાડી થોડે દૂર ઊભી રાખી નઢેલાવ ગામનો કમલેશભાઈ નવલસીંગ હઠીલા ગાડી મૂકી ભાગી ગયેલ તે ગાડીમાંથી ₹ ૧૧૦૦/- કિંમતની બ્લેક ફોર્ડ બીયરની કુલ ૧૧ નંગ બીયર મળી આવેલ તે દરમ્યાન પાછળ GJ.20.V.7371 નંબરની બીજીએક તાડ પતરી બાંધેલી સફેદ રંગની બોલેરો પિકઅપ આવતા તેને રોકી તેમાં બેઠેલ ડ્રાઈવર નઢેલાવ ગામના નરસીંગભાઈ કચરાભાઈ નિનામાને પકડી પાડી તેની પાસેની ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી જુદાજુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવેલ જેમાં ગોવા વ્હીસ્કી ૧૮૦ ML ની ૪૬ પેટીઓ તથા બ્લેક ફોર્ડ બીયરની ૪૫ પેટીઓ તથા રિટર્ઝ વ્હીસ્કીની ૦૮ પેટીઓ તથા મેગ્ડોવેલની ૦૮ પેટીઓ મળી કુલ ૧૦૭ પેટીઓ જેમાં ૩૫૧૬ બોટલો જેની કિંમત ₹ ૨૪૨૩૦૦/- નો દારૂ-બીયરનો જથ્થો તથા ₹ ૭૫૦૦૦૦/- રૂની કિંમતની બે ગાડીઓ મળી કુલ ₹ ૯૯૨૩૦૦/- કિંમતનો મુદ્દામલ જપ્ત કરી ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી દારૂની ખેપ મારનાર ઇસમો સામે ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં. 109/17 પ્રોહી.એક્ટ કલમ.65E, 818398(2) મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments