PRIYANK CHAUHAN – DAHOD
ગરબાડા PSI એ.એન.સોલંકી તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડાના મિનાકયાર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી આવતા ૪૦૭ ટેમ્પામાં તડબૂચની નીચે સંતાડી રાખેલ રૂ।.૧,૦૦,૮૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ૪૨ પેટીઓ ઝડપી પાડી રૂ।.૨,૦૦,૦૦૦/- ની કિંમતનો ૪૦૭ ટેમ્પો સહિત રૂ।.૩,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ ટેમ્પાના ચાલક, ક્લીનર સહિત અન્ય એક ઈસમની અટક કરેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર તા.૨૦/૦૩/૨૦૧૮ ના રોજ ગરબાડા PSI એ.એન.સોલંકી તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડાના મિનાકયાર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક ટાટા ૪૦૭ ટેમ્પો નં.GJ.06.V.7649 આવતા તેને ઊભો રખાવતા તેમાં ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરની સાથે બીજો એક ઈસમ બેઠેલ હતો. પોલીસે તેમને પૂછતા ટેમ્પામાં તડબૂચ ભરેલ હોવાનુ જણાવતા પોલીસે ટેમ્પાની તલાસી લેતા પોલીસને ટેમ્પામાં તડબૂચની નીચે સફેદ પુઠાના બોક્સ સંતાડી રાખેલ હોવાનું જણાઈ આવતા પોલીસને તડબૂચની નીચે સંતાડી રાખેલા ૪૨ બોક્સ મળી આવતા આ તમામ બોક્સ ખોલીને જોતાં તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા પોલીસે રૂ।.૧,૦૦,૮૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ ભરેલ ૪૨ પેટીઓ તથા રૂ।.૨,૦૦,૦૦૦/- ની કિંમતનો ૪૦૭ ટેમ્પો સહિત રૂ।.૩,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ ટેમ્પાના ચાલક ઝેતુ જગલા નિગવાલ, રહે.ખાડા ફળીયા કૌઠુ, તા.જી.અલીરાજપુર, તથા ક્લીનર નામે અનિલ સરદાર નિગવાલ,રહે. ખાડા ફળીયા કૌઠુ, તા.જી.અલીરાજપુર તથા અન્ય એક ઈસમ નામે ખુમસિંગ રતુભાઈ રાઠવા, રહે.મોટી સદલી, તા.જી.છોટાઉદેપુરનાને ઝડપી પાડેલ છે.
આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનના ASI ઈશ્વરભાઈ બાદરભાઈએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પકડાયેલા ટેમ્પાના ચાલક ઝેતુ જગલા નિગવાલ, રહે.ખાડા ફળીયા કૌઠુ, તા.જી.અલીરાજપુર, તથા ક્લીનર નામે અનિલ સરદાર નિગવાલ,રહે. ખાડા ફળીયા કૌઠુ, તા.જી.અલીરાજપુર તથા અન્ય એક ઈસમ નામે ખુમસિંગ રતુભાઈ રાઠવા, રહે.મોટી સદલી, તા.જી.છોટાઉદેપુરનાને અટક કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.