Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગાંગરડી ગામે છોકરી બાબતની અદાવતમા એક યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી ગંભીર...

ગાંગરડી ગામે છોકરી બાબતની અદાવતમા એક યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ કરાતા ઇજાગ્રસ્ત યુવક દ્વારા પોલીસ ફરીયાદ

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA

ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે એક યુવકે તણા મિત્રની મદદથી છોકરી બાબતની અદાવતમા એક યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયેલ જ્યારે ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ મોબાઇલ વાન મારફતે દાહોદ દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. ઇજાગ્રસ્ત યુવક દ્વારા આ બનાવ બાબતે જીવલેણ હુમલો કરનાર બંને યુવકો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, દાહોદના બહારપૂરામા રહેતો કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિ તારીખ.૨૧/૧૨/૨૦૧૬ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે ગાંગરડી ગામે તેના મામા કૈલાશભાઈ મગનભાઇ પ્રજાપતિના ઘરે ગયેલ અને રાત તેના માંમાના ઘરે રોકાયેલ. તે પછી તારીખ.૨૨/૧૨/૨૦૧૬ ના રોજ સવારના આશરે પોણા દશેક વાગ્યાના સુમારે તે તેની મોટર સાઇકલ નંબર. જીજે.૨૦.એસ.૦૦૩૯ લઈ દાહોદ જવા નીકળેલ તે દરમ્યાન ગાંગરડી નદીના પુલ પાસે તન્ના હાઇસ્કૂલ પાસે આવતા ત્યાં તેના મામાનો છોકરો કાંતિભાઈ ગોળી બિસ્કિટનો ગલ્લો કરતો હોય ત્યાં વાતો કરવા રોકાયેલ અને ત્યાં કાંતિભાઈ સાથે વાતો કરતો હોય તે દરમ્યાન છોકરીનો ભાઈ તથા તેનો મિત્ર બંને રહે.ગાંગરડીનાઓ તેઓની મોટર સાઇકલ ઉપર આવ્યા હતા અને છોકરીનો ભાઈ મોટર સાઇકલ ઉપરથી નીચે ઉતરી કૃણાલભાઈને મા-બેન સમાણી ગાળો આપી કહેવા લાગેલ કે, મારી બેન સાથે તારો સંબંધ હતો તો કેમ છોડી દીધેલ છે તેવું કહી કૃણાલભાઈને તેની પાસેના ચપ્પુથી માથામાં ડાબા કાનની ઉપરના ભાગે તથા માથાના પાછળના ભાગે તથા જમણા કાનની ઉપરના ભાગે તથા કાનની ઉપર ચપ્પુના ઉપરા છાપરી ચારેક ઘા મારેલ તથા બરડામા પાછળના ભાગે ચપ્પુના ત્રણ ઘા ઉપરા છાપરી મારી દીધેલ. HONDA NAVIજેથી કૃણાલભાઈ લોહીલુહાણ થઈ જતાં છોકરીના ભાઈના મિત્રએ પણ કૃણાલના મોઢામા ભાગે બે લાફા મારેલ અને આ બંને જણાએ કૃણાલભાઈને ગાળો આપી કહેવા લાગેલ કે, આજે તો તને અહિજ પૂરો કરી દેવાનો છે તેમ કહેતા કૃણાલભાઈએ બૂમાબૂમ કરતાં કૃણાલભાઈના મામાનો છોકરો કાંતિભાઈ તથા કૃણાલભાઈના મામા કઈલેશભાઈ, પરેશભાઈ, દિલીપભાઇ વિગેરે માણસો દોડી આવતા છોકરીનો ભાઈ તથા તેનો મિત્ર ત્યાથી તેમની મોટર સાઇકલ ઉપર ગામ તરફ નાસી ગયેલ.
કૃણાલભાઈને માથાના ભાગે તથા પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરેલ હોય જેથી કૃણાલભાઈને ગાંગરડી ગામે સોની ડોક્ટરના દવાખાને પ્રાથમિક સારવાર કરાવેલ તે દરમ્યાન ૧૦૮ મોબાઇલ વાન આવી જતાં કૃણાલભાઈને દાહોદ ડોક્ટર સમીર હઠીલાના દવાખાને સારવાર માટે લઈ ગયેલ.
કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિને જીવલેણ ઈજાઓ પહોંચતા દાહોદ ખાતે સમીર હઠીલાના દવાખાને સારવાર માટે દાખલ કરાતાં આ બનાવની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પોલીસે દાહોદ ખાતે સમીર હઠીલાના દવાખાને જઈ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરેલ હતી જેમાં આ બનાવ બાબતે કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિએ ગાંગરડી ગામના છોકરીના ભાઈ તથા તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ આપતા ગરબાડા પોલીસે કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિની ફરિયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૩/૧૬ ઇ.પી.કો. કલમ.૩૦૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪, જી.પી.એક્ટ.૧૩૫ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments