PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે આવેલ જે.કે.એમ.તન્ના હાઇસ્કૂલમાં રાત્રીના સમયે અજાણ્યા ચોરોએ કોમ્પ્યુટર રૂમની બારીના સળીયા તોડી રૂમની અંદર પ્રવેશ કરી રૂપિયા ૪૮૫૦૦/- ની કિંમતના કોમ્પ્યુટરોના સાધનોની ચોરી કરી લઈ ગયેલ છે જે બાબતે શાળાના આચાર્ય વિજયકુમાર રસીકલાલ શાહએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, તારીખ.૧૫/૦૨/૨૦૧૭ના સાંજના ૬:૦૦ કલાકથી તારીખ.૧૬/૦૨/૨૦૧૭ના સવારે ૧૦:૦૦ કલાકના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોરોએ ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે આવેલ જે.કે.એમ.તન્ના હાઇસ્કૂલને નિશાન બનાવી હતી અને સ્કૂલના કોમ્પ્યુટર રૂમની બારીના સળીયા તોડી કોમ્પ્યુટર રૂમમાં પ્રવેશ કરી કોમ્પ્યુટર રૂમમાં મૂકી રાખેલ કોમ્પ્યુટર સાધનો જેવા કે એલ.સી.ડી. મોનીટર ૧૭ ઈંચના ૧૧ નંગ, યુ.પી.એસ. (બેટરી) ૧૦ નંગ, પ્રોજેક્ટર અને તેનો ડિસ્પ્લે ૧ નંગ, સ્પીકર જોડ ૯ નંગ, માઉસ ૧૭ નંગ, કી-બોર્ડ ૭ નંગ આ બધા સાધનોની કુલ અંદાજીત કિંમત રૂપિયા ૪૮૫૦૦/- ની ચોરી કરી લઈ ગયેલ છે.
આ બાબતે શાળાના આચાર્ય વિજયકુમાર રસીકલાલ શાહ એ અજાણ્યા ચોર વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪/૧૭ ઇ.પી.કો.કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.