PIYUSH GAJJAR – VIRAMGAM
ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ સંચાલીત ૨૮૨ ગોળ રાવળ યોગી સમાજ શૈક્ષણીક સંકુલનું ૨૯મી સપ્ટેમ્બરને શુક્રવારે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલના વરદ્દહસ્તે ખાત મુહુર્ત કરવામાં આવશે. રાંધેજા ચાર રસ્તા તાલુકો ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ, વિધાનસભા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, સંસદીય સચિવ રણછોડભાઇ રબારી સહિત રાજકીય મહેમાનો ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના રાવળ યોગી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. ૨૮૨ ગોળ રાવળ યોગી સમાજ શૈક્ષણીક સંકુલના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્રભાઇ એ રાવળ, મહામંત્રી કરશનભાઇ એસ રાવળ, મહામંત્રી પ્રહલાદભાઇ ડી. રાવળ સહિતના રાવળ યોગી સમાજના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.