મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી.
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્ય ભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. 1960માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે અને વધું ફરીથી એક વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે – ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આજના ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે NewsTok24 નાં એડિટર ઇન ચીફ નેહલ શાહ, એક્ઝિક્યુટિવ એડિટર કેયુર પરમાર તથા NewsTok24 પરિવાર તરફથી ગુજરાતની તમામ પ્રજાને હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે.