KEYUR PARMAR – DAHOD
ગુજરાતીવાડ ખાતે ગત સપ્તાહે “સત્યવતીબેન લૂંટ વીથ મર્ડર” કેસને લઈને દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા ગત રોજ સાંજે એક મૌન રેલી કાઢવામાં આવી હતી. દાહોદ Dy.S.P. તેજસ પટેલને સમસ્ત વહીવટી તંત્ર દ્વારા સત્વરે હત્યારાને ઝબ્બે કરે તેવી માંગ સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. અને દાહોદ ખાતે ચેઈન સ્નેચિંગ, ઘરફોડ, ચોરીઓ સહિતના ગુનાઓની ચિંતાજનક રીતે વધતી ટકાવારી સામે કડક પગલા લઈ ગુનાખોરોથી દાહોદવાસીઓને મુક્તિ મળે તે કાજે અનેક લોકોએ રજૂઆતો કરી હતી. ત્યારબાદ Dy.S.P.પટેલે યોગ્ય કાર્યવાહી સતેજ કરી ગુનેગારો પકડાય તેવો સંનિષ્ઠ પ્રયત્ન કરવા તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. અને વધુમાં તેઓએ એમ પણ કહ્યું કે જે લોકોએ આ મર્ડર લૂંટ વીથ મર્ડર કેસ માં સંડોવાયેલા હશે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેની પણ તેઓએ બાંહેધરી આપી હતી.
KEYUR PARMAR – DAHOD
દાહોદના ભરચક વિસ્તાર એમ.જી રોડને અડીને આવેલ ગુજરાતીવાડમાં બે ત્રણ દિવસ અગાઉ બપોરનાં ૦૧:૩૦ વાગે સ્વર્ગીય વિનોદ ભાઈ કડકિયાના મકાનમાં તેમના ઘરે કામ કરતી નોકરાણી ઘરમાં પ્રવેશી તો તેને ચીસા-ચીસ કરી મુકતા આજુબાજુના લોકો ભેગા થતા માલુમ પડેલ કે આ ઘરની માલિક સત્યવતિબેન વિનોદકુમાર કડકિયા મૃત અવસ્થામાં પડેલ છે અને તેમના મોઢામાં કપડાનો ડુચો મારેલો હતો.
આ બાબતની જાણ થતાં જ દાહોદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ કરતા માલુમ પડેલ કે વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડીઓ અને સોનાની ચેન તો ન હતી જ અને બીજી કઈ વસ્તુઓ લૂંટી ગયા અને બીજી કેટલી વસ્તુઓ હતી તે ખબર નથી પડી.
પરંતુ ઘટના સ્થળની હકીકત જોતા લાગે છે સત્યવતિબેન મંદિરે દર્શન કરી સવારે ૧૧ થી ૧૨ ની વચ્ચે જયારે ઘરે આવ્યા ત્યારે જ આ ઘટના બની હોવી જોઈએ અને તે જ વખતે ઓછામાં ઓછા ૨ ઈસમોએ તેમની પાછળ આવીને આ સમગ્ર ઘટનાએ અંજામ આપ્યો હોવો જોઈએ. ઘટના ગમ ત્યારે ઘટી પરંતુ ધોળે દિવસે આવી ઘટના શહેરના વચ્ચે ઘટે એટલે તે પોલીસના મોઢા ઉપર આ લુટારુઓનો સણસણતો તમાચો છે. હાલ ઘટના સ્થળ પર F.S.L. અને ડોગ સ્કોડની ટિમએ તપાસનો દોર હાથમાં લીધો છે હવે એ જોવું રહ્યું કે દાહોદ પોલીસને એમાં કેટલી સફળતા મળે છે.