Editorial desk
આજરોજ શનિવારે લીમખેડા ખાતે આમ આદમી પાર્ટીની એક જાહેર સભા ગુજરાત જોડોનાં કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી..આ સભામાં પાર્ટીનાં પ્રખર વક્તા શહેનાઝ હિન્દુસ્તાની,ગુજરાત રાજ્ય પ્રભારી તથા મટિયાલાનાં વિધાયક ગુલાબસિન્હ યાદવ,કિસાન નેતા ડો. કનુભાઈ કલસરિયા,મધ્ય ગુજરાતના નિરીક્ષક અનીલ કૌશિક,મધ્ય ગુજરાતના પ્રભારી અર્જુન રાઠવા તથા અન્ય સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..આ પ્રસંગે મોટી સંખ્યા માં સમગ્ર દાહોદ જિલ્લામાંથી કાર્યકર્તાઓ તથા લોકો ઉપસ્થિત રહી હતી.