ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આજે તા.૩૦/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ ઝાલોદ રોડ ખાતે આવેલ ભાજપના કાર્યાલય “શ્રી કમલમ” ની મુલાકાતે આવ્યા હતા. દાહોદ ભાજપના કાર્યાલય “શ્રી કમલમ” ઉપર આવતા મંડળના પ્રમુખ અને પ્રભરીઓ સાથે કરી બેઠક. દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર, મહામંત્રી સ્નેહલ ધરિયા અને નરેન્દ્ર સોની પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના મતદારો આ વખતે ગુજરાતના ભાઈ, બહેનો, માતાઓ, વડીલો સાથે સંપર્ક કરી નવો રેકોર્ડ બનાવવા તરફ જઈ રહ્યા છે અને ખાસ કરીને ત્રણ નવા રેકોર્ડ આ વખતે ભારતીય જનતા પાર્ટી સ્થાપિત કરશે જેમાં સૌથી પ્રથમ સૌથી વધુ સીટો જીતવાની, બીજો સૌથી વધુ વોટ શેર અને ત્રીજો સૌથી વધુ લીડ જેના માટે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ એ કમ્મર કસી છે.
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યે લોકોની લાગણી, લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને તેમના ઉપર ભરોસો છે એટલે આ વખતે આપણને જીત મેળવવામાં સરળતાથી સફળતા મળશે એવો વિશ્વાસ છે. અને દાહોદ જિલ્લામાં ગઈ વખતે ભાજપ પાસે ત્રણ સીટો હતી એ પ્રશ્ન જવાબમાં તેમને કહ્યું કે આ વખતે ભાજપ દાહોદ જિલ્લાની તમામ 6 એ 6 સીટો ઉપર વિજય મેળવશે.