Wednesday, December 4, 2024
Google search engine
HomeSingvadગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની મુલાકાતે - 55 પ્રકલ્પોના લોકાર્પણ,...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની મુલાકાતે – 55 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહુર્ત ની રૂ. 313.99 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે દાહોદ જિલ્લાને મળી વિવિધ વિકાસના 55 પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહુર્ત ની રૂ. 313.99 કરોડ ના વિકાસકાર્યોની મળી ભેટ

ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા દાહોદ જિલ્લાના સીંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાના એક દિવસિય પ્રવાસ દરમ્યાન સીંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડીંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યા હતા . ઉપરાંત સીંગવડ – દાસા સ્થિત કોમ્યુનિટિ હોલ ખાતે ભાજપની બેઠકમાં પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ જણાવ્યું હતું કે અમૃત કાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટી વાળો રથ દેશ અને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો છે. જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે.૧૫ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી 4 કરોડ 71 લાખ , આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે ૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ૭૪ જેટલાં નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સીંગવડ ખાતે આશરે ૩ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, ૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ ૨૦ સામુહિક શૌચાલયનું લોકાર્પણ, ૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામુહિક કંપોસ્ટ પીટનું લોકાર્પણ, ૪૯ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ૭૦ પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

વિકાસકાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માન. મંત્રી ડો. કુબેરભાઇ ડીડોર, રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, સાંસદ સભ્યશ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, સહિત વિવિધ વિભાગના અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments