PRAVIN PARMAR – DAHOD
પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે પોલીસ સ્ટેશનને જા. જોગ નંબર – 4/2018 તા.7/3/2018 ના રોજ મુસ્તકીમ ઉર્ફે પીન્ટુ આરીફભાઈ વ્હોરા ઉ. વર્ષ – 22 કે જે એ.સી., ફ્રીઝ રીપેરીંગના કારીગર છે. રહે. જાખેડ, તા. ઠાસરા, જિ. ખેડાના છે. તેઓ તા.5/3/2018 ના રોજ આણંદ અને ટુવા રેલવે સ્ટેશન વચ્ચે સવારના 07:45 વાગ્યાથી ઘરેથી નીકળ્યા પછી સાંજના 08:30 વાગ્યા સુધી ઘરે ન આવતાં તપાસ કરતા મળી ન આવતા ગુમ થઈ ગયેલ હોઇ જેમને પણ આ ભાઈની જાણ થાય તો તાત્કાલિક ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર શાંતિલાલ બ.નં. – ૯૬૫ ને જાણ કરવા વિનંતી.
મુસ્તકીમ ઉર્ફે પિન્ટુ આરીફભાઇ વોરા કે જેઓ ઊંચાઈ 5.1″ ધરાવે છે તેમનો બાંધો મધ્યમ છે, રંગ ઘઉંવર્ણ છે, વાળ કાળા, આંખનો રંગ કાળો, ચહેરો લંબગોળ, મૂછ નાની પાતળી છે. ઓળખ ચિન્હમા જમણી આંખે ત્રાસુ દેખે છે. ગુજરાતી અને હિન્દી બંને ભાષા જાણે છે. શરીર પર બ્લૂ રંગનો ટીપકી વાળો શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે.
જે કોઈને પણ આ ભાઈની જાણ મળે તો તાત્કાલિક ગોધરા રેલવે પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી.