FARUK PATEL SANJELI
દાહોદ જિલ્લા અને મહીસાગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ થઇ કુલ 27 જેટલી આંગણવાડી અને મધ્યાહન ભોજનના ગેસના બાટલા ચોરી કરનાર આરોપી (૧) વિપુલ દીનેશભાઈ ડામોર રહે. પ્રથમપુર, તળફળિયા ઉમર વર્ષ – ૨૨ અને (૨) વિપુલ મનુભાઈ ડામોર રહે. ખરસોડ દૂધતળા ઉમર વર્ષ – ૨૨ આ બંને આરોપી ભેગા મળી ૨૭ જેટલી જગ્યાએથી ગેસના બોટલોની ચોરી કરી ધનશ્યામને આપતા હતા જેની ઘનશ્યામને અગાઉ પણ સંજેલી પોલીસ પકડતા આ બન્ને વ્યક્તિના નામ આપ્યા હતા જ્યારે આ બન્ને આરોપીને સંજેલી P.S.I. બી.સી ચૌહાણ અને સ્ટાફ દ્વારા પકડી પાડી કોર્ટ રિમાન્ડ મંજુરની માગંણી કરી હતી જ્યારે સંજેલી કોર્ટ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને વધુ તપસ હાથ ધરી હતી. (બોક્ષ આ બન્ને આરોપી છોકરી લઇને નાશી ગયા હતા બાદ પોતાના ખર્ચા પાણી કાઢવા માટે ચોરીના રવાડે ચડયા હતા જ્યારે આ આરોપી પોતાનાં ધર સંસારને પણ છોડી સંતરામપુર મુકામે ભાડેથી ધર લઇ રહેવા લાગ્યા હતા.