THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
અન્નનો ઓડકાર : પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં હાલના સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની રીતે ભૂખ્યાને ભોજન અને લોકડાઉનના નામે સેવાભાવી લોકો કામ કરી રહ્યા છે. તેમાં એક નામ ગોધરાના કાઉન્સિલર સુનિલ લાલવાણીનું છે. જેઓ રોજ ના 9,000 માણસોને ભરપેટ ભોજન પૂરું પાડી રહ્યા છે. ભોજન પણ જાણે લગ્ન સમારંભમાં હોય તેવું પીરસવામાં આવે છે. આ ભોજન ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. ટોપા ફળિયું, હરીજનવાસ, હરીજનવાસના મુવાડા, દરુણીયા જેવા સ્લમ વિસ્તારોમાં ભૂખ્યાને ભોજન પીરસવામાં આવે છે. ભોજન પીરસતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નું પણ ધ્યાન રાખવામાં આવે છે. મોઢા પર માસ્ક પહેરવામાં આવે છે, હાથમાં ગ્લોઝ પહેરવામાં આવે છે અને પૂરેપૂરી તકેદારી સાથે સુનિલભાઈ લાલવાણી અને તેઓની ટીમ લોકોને ભોજન પીરસે છે. લોકડાઉનના આ સમયમાં તેઓ તા.૩૦/૦૩/૨૦૨૦ થી અવિરતપણે સવાર-સાંજ ચાલુ જ છે.