THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ શાંતિલાલ બ. નં. – ૯૬૫ ના રિપોર્ટ મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશન અ.મો. નં. – ૧૪/૨૦૧૯ C.R.P.C. કલમ ૧૭૪ મુજબ ના કામે મરણ જનાર એક અજાણી બાઈ ઉમર વર્ષ ૫૦ ના આશરા ની તા.૨૯/૦૬/૨૦૧૯ ને શનિવારના રોજ ગોધરા રેલવે સ્ટેશન પાર્કિંગ ની સામે થી બિમાર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયેલ અને વધુ સારવાર માટે S.S.G. હોસ્પિટલ વડોદરા ખાતે મોકલતા ગત તા.૩૦/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ અંદાજે રાત્રીના ૧૨:૩૫ કલાક પહેલા સારવાર દરમિયાન મરણ થઈ ગયેલ હોય. જે મરનારના વાલી વારસો મળી આવેલ ન હોઈ. જેથી મરનારના વાલીવારસોની તપાસ થવા સારું મરનારની લાશનું વર્ણન નીચે મુજબ છે.
એક અજાણી બાઈ ઉ.વ. ૫૦ ના આશરાની, મજબુત બાંધાની, શ્યામ વર્ણની, જમણા હાથની કલાઈ ઉપર ફુલ ટ્રોફાવેલ છે અને લાલ બંગડી પહેરેલ છે. વધુમાં શરીર ઉપર મહેંદી કલરનો ટોપ તેમજ વાદળી કલરનો લેંઘો પહેરેલ છે.