PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા ખાતે ખુલ્લામાં ચાલતા જ્યુશ સેન્ટરો તથા તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં ગ્રામ પંચાયત ગરબાડા તથા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલ તરીખ.23/03/2017 ના રોજ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી અને નવ જેટલી કેરીનાં રસની દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સાત જેટલા દુકાનદારો વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે કેરીના રસની દુકાન ચલાવતા જોવા મળતા તેમની પાસેથી ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 16000/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતાં દુકાનદારો પાસેથી પણ રૂપિયા 4000/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળેલ છે.