ઉતર ભારતમા તાપમાન ગગડતા તેની અસર દાહોદ જીલ્લામા પણ જોવા મળી રહી છે આજ રોજ સવારના લીમડી પંથક નુ વાતાવરણની જોતા જાણે હીલ સ્ટેશન જેવુ લાગી રહયુ છે ઉતરાયણ પછી અચાનક ઠંડી નુ જોર વધ્યું હતું સુસવાટા સાથે પવન ફુકાતા તાપમાન નીચુ થતા જાણે હાડથીજાવતી ઠંડી પડવા પામી છે જયારે દિવસ દરમિયાન લોકો ગરમ વરત્રો પહેરેલા જોવા મળી રહયા હતા થોડા દિવસ અગાઉ કમોસમી માવઠુ પણ થવા પામ્યુ હતુ ત્યારે બદલાતા ઋતુચક્ર ને આવનાર દિવસોમા હિમ યુગ કહી શકાય કયારે કોઈ પણ ઋતુ શરૂ થઈ શકે છે જેના કારણે વાવેતર કરેલ તેમજ સિઝનેબલ ખેતી ને પણ નુકસાન થઇ રહ્યુ છે તેના કારણે આવનારા દિવસોમા પાણી ની સાથે સાથે અનાજ ની પણ તંગી ઉભી થવા પામશે તેવું વર્તાઈ રહ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ ની અસર ઠેર ઠેર જોવાઈ રહી છે. ખરેખર આપણી ફરજ હવે થઇ પડે છે કે પર્યાવરણમાં વધારે ઝાડ ફૂલ વધુ ને વધુ વાવવા જોઈએ અને એટલુજ અહીં તે ઉગે તેની અત્યંત જરૂરી છે. નહિ તો આવનારી પેઢીઓ અનાજ પાણી ની તંગીમાં ફસાશેજ પણ સાથે સાથે વાતાવરણમાં માણસો ને ગ્લોબલ વોર્મિંગના કારણે શ્વાસ ની પણ મોટી તકલીફો ઉભી થાય તો નવી ની વાત નહિ કારણ કે પોલ્યુસન એટલી હદે વધી ગયું છે કે તે પર્યાવરણ ને હાની નાખશે અને જ આ પૃથ્વી ને ફરી વિનાશ તરફ લઇ જશે. આ ચક્ર ની ગાડી ધીમી અને અનંતકાળ ની હોય છે એટલે અને કેવી રીતે થશે એતો કુદરત ની રચના કરનારજ જાણે.