છેલ્લા તેર વર્ષથી સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામા ભોગ બનનાર તથા આરોપીની તપાસ દરમ્યાન ટેકનિકલ એનાલીસીસના માધ્યમથી તેઓ બન્ને સાણંદ વિસ્તારમા રહેતા હોવાની હકિકત આધારે ભોગ બનનારને શોધી કાઢી તેમજ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાનાઓએ જિલ્લામા લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ અન્ય મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા તથા ઘણા લાંબા સમયથી અપહરણના ગુન્હામાં ભોગ બનનાર તેમજ અપહરણના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ જિલ્લા એલ.સી.બી.ની ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને L.C.B. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી ઘણા લાંબા સમયથી મિલ્કત સંબંધી / શરીર સબંધી તેમજ ગંભીર ગુન્હાઓમા સંડોવાયેલ આરોપીઓ તેમજ નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટ ની કામગીરીમા કાર્યરત હતી. તે દરમ્યાન L.C.B. P.I. એસ. એમ. ગામેતીનાઓની સુચના મુજબ L.C.B. ની ટીમ દાહોદ જિલ્લામાં અસરકારક કામગીરી કરવામાં તથા અપહરણના ગુન્હામાં ભોગ બનનાર તેમજ આરોપીઓને શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમ્યાન L.C.B. P.I. એસ.એમ. ગામેતીનાઓએ ટેકનિકલ એનાલીસીસના માધ્યમથી હકિકત મેળવેલ કે, સંજેલી પોલીસ સ્ટેશનમાં સને – ૨૦૧૨ ના વર્ષમા અહપરણના ગુન્હામાં ભોગ બનનાર તેમજ આરોપી સાણંદ વિસ્તારમા રહે છે. જેથી તાત્કાલીક P.S.I. આર.જે. ગામીત તથા L.C.B. ટીમને મહીલા પોલીસ કર્મચારી સાથે સાણંદ ખાતે મોકલી આપતા વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ તપાસ કરતા આરોપી ઉમ્મદ ઉર્ફે ઉત્તમ ઉર્ફે ઉમેશ નરવતસિંહ જાતે.રાવત ઉં.વ.૪૭, રહે. જુસ્સા મહેંદી ફળિયું તા.સંજેલી જી.દાહોદનાને તથા ભોગબનનાર ને શોધી કાઢી હસ્તગત કરવામા આવેલ છે.
આમ, સંજેલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૦૮/૨૦૧૨ ઇપીકો કલમ ૩૬૬, ૪૯૪, ૫૪ મુજબના અપહરણના ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપીની શોધખોળ દરમ્યાન સાણંદ ખાતેથી ભોગ બનનારને શોધી કાઢી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સંજેલી પો.સ્ટે.સોંપવા તજવીજ કરેલ.
પકડાયેલ આરોપીનુ નામ:- ઉમ્મેદ ઉર્ફે ઉત્તમ ઉર્ફે ઉમેશ નરવતસિંહ જાતે.રાવત ઉવ.૪૭, ધંધો. ડ્રાઇવર હાલ રહે.ઇયાવા ઇન્દિરા નગર, સાણંદ તા.સાણંદ જી.અમદાવાદ ગ્રામ્ય મુળ વતન રહે. જુસ્સા મહેંદી ફળિયું તા.સંજેલી જી.દાહોદ
આ બાબતની સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓમાં (૧) પો.ઇન્સ એસ.એમ. ગામેતી L.C.B. દાહોદ (૨) P.S.I. આર.જે.ગામીત (3) HC દિપકભાઈ મિનેશભાઈ, (૪) HC અલ્કેશભાઈ મોગાભાઈ, (૫) PC મિલનસિંહ વનરાજસિંહ તમામ L.C.B. દાહોદ
આમ, છેલ્લા તેર વર્ષથી સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપીની તપાસ દરમ્યાન ટેકનિકલ એનાલીસીસના માધ્યમથી તેઓ બન્ને સાણંદ વિસ્તારમાં રહેતા હોવાની હકિકત આધારે ભોગ બનનારને શોધી કાઢી તેમજ આરોપીને ઝડપી પાડવામાં L.C.B. (દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ને સફળતા મળેલ છે.