નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ D.I.G. એમ.એસ ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરનાઓએ મીલકત વિરુધ્ધના ગુના અટકાવવા તેમજ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ તેમજ ઝાલોદ ડીવિઝનના બી.વી. જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ. એસ.વી.એડ ના માર્ગદર્શન હેઠળ પો. સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધી ગુનેગારોને શોધી કાઢવા તેમજ ગુન્હાઓ અટકાવવા સારૂ પો.સબ.ઇન્સ. સી.બી.બરંડા તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળેલા તેવામાં ખાનગી બાતમીદાર થી પો. સબ. ઇન્સ. સી.બી. બરંડા નાઓને માહિતી મળેલ કે ફતેપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 10/2018 IPC કલમ 379, 511 મુજબના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી નામેે જીગો ઉર્ફે કાંતિભાઈ ગૌતમભાઈ જાતે ડામોર રહે. વટલી, તા.ફતેપુરા, જી. દાહોદ નાનો એના ઘરે આવેલ છે જે બાતમીના આધારે તેના ઘરે જઈ તપાસ કરતા આવતા ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે.
છેલ્લા બે વર્ષથી બાઈક ચોરીનો ગુનો કર્યા બાદ નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
RELATED ARTICLES