સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે, જ્યાં આધ્યાત્મિકતાની સાથે સમાજ ઉપયોગી સુંદર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની કૃપાથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ડીસ્ટ્રીક બ્રાન્ચના સહયોગથી આવતીકાલ તા.૧૮/૧૨/૨૦૨૨ ને રવિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટના મહાકાળી મંદિર પાસે, પોલીસ સ્ટેશનની બાજુમાં સવારના ૧૧:૦૦ કલાકથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. રક્તદાન મહાદાન, ના આ મહાન અભિયાનમાં જોડાવા અને માનવતાના આ શ્રેષ્ઠ પ્રયાસમાં સામેલ થવા લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે. રક્તદાન બાદ સત્સંગ કાર્યક્રમ સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી રાખેલ છે અને સત્સંગ પછી મહાપ્રસાદી પણ રાખેલ છે.
આ રક્તદાન શિબિરના આયોજક ભુપેન્દ્રભાઈ ગડરીયા, ઝોનલ ઇન્ચાર્જ ઝોન દાહોદ ૩૧ એ અને મુખી દલપતભાઈ નાથાભાઈ વણકર કે જેઓ પોતે આ સમગ્ર કાર્યક્રમના નિમંત્રક છે.