FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ડોકા તલાવડી ખાતે બે પરિવારો જેમાં ભાભોર પરિવાર અને સંગાડા પરિવાર વચ્ચે અંદાજે સાડા પાંચ એકર જેટલી જમીન નો ઝઘડો ચાલી રહ્યો છે જે બાબતે કેસ પણ ચાલુ હતો પરંતુ શુક્રવારના રોજ સવારના ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં નરવત ભાઈ સોમાભાઈ ભાભોર તેમની સાથે ૨૦ થી ૨૫ જેટલા માણસો અને હાથમાં મારક હથિયારો સાથે લઈને સંગાડા પરિવારના ઘર પાસે આવી ગયા અને કિકિયારીઓ અને ગાળો બોલી ચાલો આ અમારી સર્વે નંબર 53, 33, 34 નો અમારા તરફેણમાં હુકમ થઈ ગયો છે આ જમીન ખાલી કરો તેમ કહી બંને પક્ષ વચ્ચે ઝઘડો જામતા આખરે તલવાર અને ધારિયા ઉછળ્યા હતા જેમાં બંને પક્ષે થઇ કુલ આઠ વ્યક્તિઓને નાની મોટી તેમ જ બીજાઓ થઈ હતી જે અને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ની મદદથી સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર હસમુખભાઈ રાઠોડ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી વધુ જીવલેણ હુમલો થયો હતો તેવા અતિગંભીર જણાતા દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી (૧) જશવંત ચતુર સંગાડા ઉંમર વર્ષ ૩૬ ના બંને હાથના આંગળા કપાઈ ગયા હતા (૨) મહેશ ચતુર સંગાડા ઉંમર વર્ષ ૪૦ ના નાક, કાનમાંથી લોહી વહેતું હતું અને બેભાન અવસ્થામાં હતા, (૩) કડકિયા સોમાં ભાભોર ઉમર વર્ષ ૪૫ના માથાના એક ભાગમાં તીક્ષ્ણ હત્યારનો ઘા હતો (૪) લક્ષ્મણ મોતી ભાભોર માથાના ભાગમાં તીક્ષ્ણ હત્યારનો ઘા. આ તમામને દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા સંજેલી ખાતે આ બનાવ દરમિયાન માત્રા આસપાસની ત્રણ જ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મળતાં બાકીના દર્દીઓને સારવાર માટે ખાનગી વાહનો દ્વારા સહારો લેવો પડયો હતો જયારે આ બનાવમાં હુમલો થતાં સામસામે સંગાડા પરિવારના ૬ સભ્યોને અને ભાભોર પરિવારના ૨ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ તમામને દાહોદ ખાતે વધુ સારવાર માટે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા રીફર કરવામાં આવ્યા હતા ત્યારે વધુ તપાસ અને ફરિયાદની કાર્યવાહી સંજેલી PSI એસ.એમ બારીયાએ હાથ ધરી આગળની કાર્યવાહી કરી હતી.