

PIYUSH GAJJAR – VIRAMGAM
૩૯ – વિરમગામ વિધાનસભા બેઠકની ચુટણીની તારીખ જાહેર થતાની સાથે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ સહિતના રાજકીય પક્ષો સહિત કેટલાક અપક્ષ ઉમેદવારો આજે અંતિમ દિવસે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉત્સુક બન્યા હતા. ૧૪ ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણીમાં અમદાવાદ સહિત ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે કરવામાં આવનાર મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હતું જેમાં આજે ૨૭ નવેમ્બર ના રોજ ભાજપે ઉમેદવાર જાહેર કરાયા હતા જેમા. ૩૯ વિરમગામ વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી તેજશ્રીબેન પટેલ ટીકીટ મળતા આજ રોજ વિરમગામ શહેરના ટાવર રોડથી સેવા સદન સુઘી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સરઘસ ની કાઢી તેજશ્રીબેન તાલુકા સેવા સદન ના પ્રાંત ઑફિસ માં ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું. જગ્યા શહેરના રાજમાર્ગો પર ઠેર -ઠેર જગ્યાઓએ તેજશ્રીબેન પટેલ નુ સ્વાગત કરાયું. જ્યારે વિરમગામ વિઘાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘ્રુવભાઇ જાદવને ઉમેદવાર જાહેર કરાયાના સમાચાર મળતાં તેમણે મેન્ડેટ વગર કોંગ્રેસમાથી અને અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતુ.ત્યારે તેવામા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના ઉપપ્રમુખ લાખાભાઇ ભરવાડે વિરમગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાથી પોતાની ઉમેદવારી નોંઘાવી હતી. ઉલ્લેખનીય છે કે વિરમગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને ટીકીટ ન આપતા કોંગ્રેસના કાર્યકરો મા કહીં ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો. વઘુમાં આ બેઠક પર બહુજન સમાજ પાર્ટીમાથી ભાવેશ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. વઘુમાં વિરમગામ વિધાનસભા બેઠકના ઇતિહાસમા સૌથી વઘુ અપક્ષોએ દાવેદારી નોંઘાવી છે. જે આ લખાય છે ત્યાં સુધી ૪૦ થી વઘુ અપક્ષ ઉમેદવારે પોતની ઉમેદવારી નોંઘાવી છે. વઘુમાં ચૂંવાળ પંથકના ભામાષા કુંવરજી ઠાકોરને આ વખતે અપક્ષ ઉમેદવારી નોંઘાવી છે. તેમજ વિરમગામ વિધાનસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કરનાર અશોકનગરના અલ્પેશભાઇ પટેલે પણ અપક્ષમાથી દાવેદાર છે નોંઘાવી હતી.
●જોઇએ અત્યાર સુઘી ૩૯ – વિરમગામ વિધાનસભા બેઠક પર નોંધાવેલ ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત અપક્ષો ઉમેદવારોના નામની યાદી
1. – મૂકેશભાઇ કો.પટેલ – વ્યવસ્થા પરીવર્તન પાર્ટી
2. – દશરથસિંહ ઝાલા – જન સત્ય પથ પાર્ટી, હાંસલપુર (માંડલ)
3. – લામકા લાલાભાઇ-કાંકરાવાડી-વિરમગામ
4. – પ્રજાપતી સરોજબેન નાગરભાઇ-આપણી સરકાર પાર્ટી
5. – પટેલ જશવંતભાઇ ગોવિંદ ભાઇ-અપક્ષ
6. – વાઘેલા કિશોરસિંહ મોહબતસિંહ-અપક્ષ
7. – પટેલ ભાઇલાલ ગણપતભાઇ-અપક્ષ
8. – પટેલ વાસુદેવ હરગોવિદ-અપક્ષ
9. – મોમીન ઉસ્માન નૂરાભાઇ -બહુજન મુક્તિ પાર્ટી
10. જાદવ મહેન્દ્ર શાંતીલાલ-બહુજન મુક્તિ પાર્ટી
11. જાદવ ઘ્રુવભાઇ બાવલભાઇ-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-અપક્ષ
12. પટેલ તેજશ્રીબેન દીલીપભાઇ-ભારતીય જનતા પાર્ટી
13. પટેલ દિલિપભાઇ કેશાભાઇ-ભારતીય જનતા પાર્ટી
14. પટેલ કાંતીભાઇ સોમાભાઇ-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
15. ઠાકોર પરબતજીરામજી-અપક્ષ
16 .ઠાકોર જગુજી કુંવરજી-અપક્ષ
17. પટેલ સંજય ભાઇલાલ ભાઇ-અપક્ષ
18. વાઘરી વસંતભાઇ દાજીભાઇ-અપક્ષ
19. રાવલ વિનોદચંદ્ર ગીરીશભાઈ-અપક્ષ
20. સોલંકી ભાવેશ મગનભાઈ -બહુજન સમાજ પાર્ટી
21. બારડ પ્રભુભાઇ લક્ષ્મણભાઇ-અપક્ષ
22. પટેલ મહેશ કાંતીભાઇ-અપક્ષ
23. ઝાલા અજીતસિંહ ભગુભા-અપક્ષ
24. ભરવાડ લાખાભાઇ ભીખાભાઇ-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
25. ખુડદીયા અજીતસિંહ બહાદૂરભાઇ-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
26. ઠાકોર કુંવરજી બબાજી-અપક્ષ
27. ઠાકોર સુરેશ મોતીજી-અપક્ષ
28. કોળી પટેલ વિરમભાઇ રૂપાભાઇ -અપક્ષ
29. પટેલ અલ્પેશ કુમાર પોપટભાઈ-અપક્ષ
30. ભરવાડ કાર્તિક ગણેશભાઇ-અપક્ષ
31. પટેલ જયેશભાઈ ભગવાન ભાઇ-અપક્ષ
32. ગોસ્વામી રાજેન્દ્ર ગીરી વશરામભાઈ-અપક્ષ
33. મકવાણા પસાભાઇ મૂળજીભાઇ -અપક્ષ
34. ઠાકોર જયંતીભાઈ બચુજી-ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી
35. સોલંકી વિક્રમસિંહ તખુભા – અપક્ષ
36. શ્રીમાળી મનસુખ ભાઇ હરીભાઇ-અપક્ષ
37. પઢીયાર સાબીરભાઇ વલીભાઇ-અપક્ષ
38. પટેલ બળદેવ જીવાભાઇ-અપક્ષ
39. ઠાકોર મનજીભાઈ પોપટભાઈ-અપક્ષ
40. તળપદા કનુભાઇ ખેંગારભાઇ-અપક્ષ
41. ગોહેલ દિલુભાઇ હનુભાઇ -અપક્ષ.
(અનુક્રમ પ્રમાણે લખેલા છે નામાંકન)
કુલ ૪૧ ઉમેદવારોએ વિરમગામ વિધાનસભા બેઠક પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમા સૌથી વઘુ અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંઘાવી છે જે વિરમગામ વિધાનસભા બેઠકના ઇતિહાસમા સૌથી વઘુ છે.