Priyank Chauhan Garbada
દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાના ૭૦ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ગરબાડા તાલુકા મથકે ગરબાડા બામણીયા ફળીયા પ્રાથમિક શાળા સામે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે તે ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે સમગ્ર કાર્યક્રમનુ રીહર્ષલ રાખવામા આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર, નિવાસી કલેક્ટર, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સમગ્ર કાર્યક્રમના રીહર્ષલનું નિરીક્ષણ કર્યું હતું.