Editorial Desk – Dahod
મુખ્ય મંત્રીના નૂતન અભિગમ અન્વયે લોકોના સ્થાનિક પ્રશ્નો, ફરીયાદો લઈને ઉચ્ચ કક્ષાએ સચિવાલય સુધી આવવુ ન પડે, તેમજ લોકોની સુખાકારી વધારવા માટે તેમની ફરિયાદોનું સમયસર/અસરકારક નિવારણ થાય, લોકોના પ્રશ્નો અને ફરીયાદો સ્થાનિક કચેરી દ્વારા તાત્કાલિક નિકાલ થાય તે માટે જે તે કક્ષાના વહીવટી તંત્રની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ અને સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૮/૦૪/૨૦૧૬ ગુરૂવારે સવારે ૧૧.૦૦ કલાક થી ૧૨.૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાશે. આ અંગેના પ્રશ્નો સંબધિત કચેરીમાં અલગ અલગ અરજી કરવાની રહેશે. પ્રશ્નો તા.૧૧/૦૪/૨૦૧૬ સુધીમાં મોકલી આપવાના રહેશે. અરજી પર “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. એમ નિવાસી અધિક કલેકટર કે. જે. બોર્ડરએ અમારા પ્રતિનિધિને જણાવ્યુ છે.