FARUK PATEL – SANJELI
સંજેલી તાલુકાનાં નેનકી ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા ભાજપના આદિજાતિ મોર્ચાના મહામંત્રી મહેન્દ્ર વેલજીભાઈ પલાસ છેલ્લા કેટલાય સમયથી સત્તાના નશામાં ચકડોળમાં ચડતા જાય છે. અવાર – નવાર ભાજપના મહામંત્રી સામે ધાક ધમકી આપવાના બનાવોની સાથે – સાથે જાણ લેવા હુમલા બાબતે સંજેલી પોલીસ મથકે વારંવાર ફરિયાદો નોંધાયેલી છે. તેમ છતાં પણ સત્તાના નશામાં ડૂબેલા મહામંત્રીમાં લૂખ્ખી દાદાગીરી કરવામાં કોઈ ફરક પડતો નથી. તાલુકાનો બેતાજ બાદશાહ હોતી તેવો રોફ જમાવે છે.
પ્રાપ્ત માહિતી મુજપ જિલ્લા આદિજાતિ મોર્ચાના મહામંત્રી મહેન્દ્ર પલાસ અને સંજેલી ભાજપ તાલુકા ઉપપ્રમુખ લાલભાઈ મકવાણા વચ્ચે પરથીના કાર્યકરોમાં મારા વિષે ખરાબ વાતો કરો છો તેવી ગેર સમાજને લઈ ભારે બોલાચાલી થઈ હતી અને તારીખ:૧૯/૦૬/૨૦૧૭ સોમવારના રોજ ગેરસમાજને લઈને લ્લભાઈ મકવાનને મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી આપતા મનસ્વી રીતે ગાળો આપી હતી. આથી હાલમાં જ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયેલ ઉપપ્રમુખને ધમકી મળતા ગભરાઈ જય તાલુકાનાં કાર્યકરોને ફોન કરતાં (૧) ઉપપ્રમુખ મોહનભાઇ ચારેલ, (૨) માંડલી સરપંચ જશુભાઇ બામણીય, (૩) કાર્યકર રમેશભાઈ તાવીયાડ, (૪) રાજેશભાઈ ડામોર, (૫) સુરેન્દ્રસિંહ સોલંકી, (૬) વિરસિંગ ચારેલને બોલાવી આ બાબતની ચર્ચા કરી હતી અને સંજેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ આપી છે.