શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ઘાસચારો નીરવામાં આવ્યો.
મહંત યોગપ્રિયદાસજી સ્વામી તથા આદિ પૂજનીય સંતો તથા શ્રીમતિ પ્રભાબેન કાનજીભાઈ શેઠના સુપુત્ર જેન્તીભાઈ કાનજીભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ઘણા વર્ષોથી જીવ દયા – કરુણા અભિયાન ચાલે છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદ વંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં આજે તા.૦૨/૦૮/૨૦૨૦ ને રવિવારના રોજ પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકામાં મહંત યોગપ્રિય દાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, ઘનશ્યામસ્વરૂપ દાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, “જીવદયા ધામ”નાં સંચાલક શ્રીમતિ પ્રભાબેન કાનજીભાઈ શેઠના સુપુત્ર જેન્તીભાઈ કાનજીભાઈ શેઠની ઉપસ્થિતિમાં ગૌમાતાઓને ૧૦,૦૦૦ કિલોગ્રામ લીલો ઘાસચારાનું નીરણ કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી પૂજનીય સંતોએ ૧૫૦૦ ગૌમાતાઓને લીલો ઘાસચારો નીર્યો હતો.