Divyesh Jain – Dahod
દાહોદના જેસાવાડા ગામે મંગળવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીત રીવાજોના અનેક રંગ હોળી પર્વ દરમિયાન જોવા મળે છે પરંતુ આદિવાસી પરંપરાને ઉજાગર કરતો ગોળ ગધેડાનો મેળો તો કૈક આગ્વુજ મહત્વ ધરાવે છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે માટેજ હોળી પર્વ આવતાની સાથેજ દાહોદ જીલ્લા ની રોનક બદલાઈ જતી હોય છે મજુરી અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળી નો તહેવાર ધામ ધૂમ થી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓ ની અનેરી અનેક પરમ્પરાઓ ના દરસન લોકો ને કરવા મળે છે જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત અન્ય લોકો ઉમટી પડે છે આ મેલા માં આદિવાસી યુવતીઓ હાથ માં વાસ ની સોટી લઇ ને યુવકો ને મારે છે અને ગામ ના બજાર ની વચ્ચે સિમલાનાઝાડ નું થડ રોપ વામાં આવે છે અને આ થડ ની ખાલ ઉતારી લેવામાં આવેછે અને આ થડ ની ટોપ પર ગોળ ની પોટલી બાંધી દેવામાં આવેછે સિમલાના થડ ની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસ્સું થઇ જાય છે મેળો સારું થતાજ આ થડ ની ફરતા ફરતા આદિવાસી યુવતીઓ હાથ માં વાસની સોટીઓ લઇ ને નાચે છે અને ગયાનો ગાય છે જોકે આ સમયે 1 થી 1.30 કલાક સુધી થડ પર યુવકો ને ચઢવામાં સફળતા મળી નહોતી પણ ભારી જહેમત બાદ વિષ્ણુ નરેશ કટારા જેસાવાડા પટેલ ફળીયા નો રહેવાસી મોટી સંખ્યા માં મહિલાઓ લીલીછમ સોટીઓ લઇ થડ ની ગોળ ગોળ ફરતી હતી ત્યારે જ વિષ્ણુ ભાઈ થડ પર જઈ ગોળ ઉપર વિજય મેળવ્યો હતો જૂના જમાના માં આ થડ પર ચડી ને જેકોઈ યુવાન ગોળ ની પોટલી લઇ લે તેની સાથે કોઈ પણ મનગમતી છોકરી સાથે લગ્ન કરાવી દેવામાં આવતા હતા જોકે આજના યુગમાં હવે એ પ્રથા નથી રહી પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરતજ યુવતીઓ તેમના પર સોટીઓ નો મારો સરુ કરી દેછે જેથી કેટલાય યુવકો નિષ્ફળ જાય છે પરંતુ આજે પણ આ ગોળ ગધેડા નો મેળો દાહોદ જીલ્લા સહીત સમગ્ર રાજ્ય માં પ્રખ્યાત છે
જોકે આજે પણ એજ જુના રીવાજો થી આ મેળો ભરાય છે અને યુવતીઓ ગોળ લેવા ચડતાયુવકને સોટીઓ નો મારો ચાલાવેચે પણ એક યુવક આ ગોળ લેવામાં સફળ રહ્યો હતો આ ગોળ ગધેડા નો મેળો આજે પણ આદિવાસીઓ ની જૂની પરંપરાને જીવંત રાખેછે.