GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ઞરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આંગણવાડી કેન્દ્ર – 4 નિવાચ ફળીયામાં જેસાવાડા સી.એસ. સી. ના મેડીકલ ઓફીસર જીજ્ઞેશ ડાંગી સુપરવાઇઝર, પી.આર.સોલંકી, ગિરીશ પરમાર, જશોદાબેન પારગી, આઈ.સી.ડી.એસ. સુપરવાઇઝર, બી.એન. નગરાલાવાલા, કુલદીપભાઇ તડવી તેમજ જેસાવાડા, વડવા, આંબલી, છરછોડા ગામની તમામ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાઘર બહેનો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ઘાત્રીમાતાઓ તેમજ ગ્રામજનોને સ્વચ્છતા તેમજ આરોગ્ય લક્ષી તમામ સેવાઓ વિશે માહિતગાર કર્યા તેમજ જુદી જુદી નવીન વાનગી હરીફાઇ તેમજ વાનગી સારી અને સુંદર બનાવી તેવા આંગણવાડી વર્કરોને ડો, જીજ્ઞેશ ડાંગી તેમજ I.C.D.S. સુપરવાઇઝર બી.એન. નગરાલાવાલા હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું