GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ તથા ટી.બી. વિશ્વ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનું ઉદ્દઘાટન ડો.કેતન બારિયા, ડો.રંજન હિહોર, ડો.નિરલ રોઝ, ડો.નિતીન બારિયા, ડો.જિજ્ઞેસ ડાંગી, ડો.આશિષ પરમાર દ્વારા લીલી ઝંડી દેખાડી રેલીની શરૂઆત કરવામાં આવી તથા ટી.બી. વિભાગના સુપરવાઇઝર ભીમભાઇ નલવાયા, ભાવેશ નિનામા, ગિરીશ પરમાર, રાકેશ રાઠોડ, રવિન્દ્ર પરમાર, ગિરીશ રાઠોડ, વિપુલ ચૌહાણ આ તમામ કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઈને સમગ્ર જેસાવાડા ગામમાં, કલાલ ફળિયા, ગામતળ, નીચવાસ થી લઈ ફરીથી P.H.C. પર રેલીનું સમાપન કરવામાં આવ્યું. આ રેલીમાં F.H.W. બહેનો તમામ આશાવર્કર બહેનો, તમામ M.P.H.W. ભાઈઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. આ રેલી યોજવાનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારમાં લોકોને ટી.બી. કેવી રીતે ફેલાય અને ટી.બી.ની તપસ કેવી રીતે થાય તે જન જાગૃતિ માટે કરવામાં આવી. ત્યારબાદ P.H.C. ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં મફત લેબોરેટરી તપાસ લેબ. ટેક્નિશિયન સરદારભાઇ સોલંકી તથા અભલોડના લેબ. ટેક્નિશિયન નિતાબેન કડકીયા દ્વારા કરવામાં આવી હતી. કેમ્પમાં આશરે ૨૫૦ થી ૩૦૦ જેટલા લાભાર્થીઓ આવ્યા હતા. સારવાર લાયક દર્દીઓની સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં જેસાવાડા, વડવા, આંબલી, નેલસુર, છરછોડા તથા ચીલાકોટા, બાવકા ગામના લાભાર્થીઓ આવી આ કેમ્પનો લાભ લીધો હતો.