GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમા હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં જિલ્લા કક્ષાના અઘીકારી જુદા જુદા ફાળવેલ રુટ ૭માં શ્રી એન.એ. દેહદા લાઈઝનીગ અઘિકારી તેમજ સી.આર.સી કો.ઓડીનેટર મુકેશભાઇ ભુરીયા તેમજ હીતેશભાઈ પટેલ અને આચાર્ય શૈલેશભાઈ મખોડીયા, પી.એમ.સાહેબ, પ્રફુલ સાહેબ, નીવૃત શિક્ષક મનસુખભાઇ પરમાર તથા શાળાનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવ્યો હતો અને કન્યાઓને મફત સાયકલ વીતરણ કરવામા આવ્યુ હતુ અને પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર આવનાર વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણ કરવામા આવ્યું અને આગળ ભણવા માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
જેસાવાડા મુખ્ય શાળામા લાઈઝનીગ મુકેશભાઈ ભુરીયા વહીવટી અઘીકારી એન.એ.દેહદા દ્વારા બાળકોને નોટ, પેન, કંપાસ તેમજ સ્કુલ બેગનુ વિતરણ કરવામા આવ્યુ, તેમજ બાળકોને પ્રવેશ આપવામા આવ્યો તેમજ માર્ગદર્શન આપ્યુ હતુ. જેસાવાડા ગામના ઉપસરપંચ પંકજકુમાર ભુરીયા આચાર્ય હીતેશભાઇ બારીયા, નિવૃત શિક્ષક રામાભાઈ પરમાર, જેસાવાડા PHC MO કેતનભાઈ બારીયા, આઈ.સી.સુપરવાઈઝર ગિરીશ પરમાર, ICDSસુપરવાઈઝર બકુલાબેન હાજર રહયા તેમજ ગ્રામજનો, બાળકોના વાલીયો, આંગણવાડીના બહેનો તેમજ અઘિકારી દ્વારા છેલ્લે વૃક્ષારોપણ કરી પ્રોગ્રામ પુરો કરવામા આવ્યો હતો.