EDITORIAL DESK – DAHOD
મુણધા ગામ જિલ્લાના અન્ય ગામોના સર્વાંગી વિકાસ માટે મોડેલ રૂપ સાબિત થશે : કેન્દ્રીય રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામને સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ સાંસદ આદર્શ ગામના વિકાસ કામોના અમલીકરણ અને પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક અને ગ્રામસભા ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને મુણધી પ્રાથમિક શાળા, મુણધા ખાતે યોજાઇ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના પછાત ગામડાઓના ઉત્થાન માટેના નવતર અભિગમના ભાગરૂપે આદર્શ ગામ પસંદગી માટેની યોજના અમલિત કરી છે. જેમાં પસંદ થયેલ ગામ એક મોડેલ ગામ બને તે માટે તમામ વિભાગોની યોજનાઓ અને સામૂહિક વિકાસ કામ હાથ પર લેવામાં આવે છે. મુણધા ગામાં તમામ અમલીકરણ અધિકારીઓ સાથે સ્થાનિક બેઠકો યોજી જરૂરિયાત મુજબના ૩૧ જેટલા કામનું ચોકકસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મેદાનનું સમતલીકરણ, બસ સુવિધા, પશુપાલકોને ગાય-ભેંસની લોન સહાય, નવા હેન્ડપંપ, જુના હેડપંપનું રીપેરીંગ, આર.સી.સી.રોડ, ડામર રોડ જુના કૂવાને ઉંડા કરવા- સમારકામ કરવા, વિજ જોડાણ, .નવીન ડી.પી.નાખવા , કોઢ-તબેલા બનાવવા, દૂધ મંડળીના મકાનો, ખેત તલાવડી, વૃક્ષા રોપણ, વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, ચેકડેમ, બહેનો માટે શિવણ કામની તાલીમ કિટ સાથે, અગરબત્તી બનાવવાની તાલીમ કિટ સાથે, નવા આંગણવાડી મકાનનું બાંધકામ, પીવાના પાણીની સુવિધા, સ્મશાન ધાટ, સખીમંડળની વિવિધ કામગીરી, ગ્રામ સંગઠનની રચના, ઉજજવલા યોજના, બાયોગેસ પ્લાન્ટ, ચેકવોલ સંરક્ષણ દિવાલ, પ્રાણીઓ માટે પીવાના હવાડા, મુણધા ગામે આડી કોતર પર નવિન તળાવનું બાંધકામ વગેરે કામો પૂર્ણ કરી રૂા. ૩,૨૫,૩૫,૧૧૨ નો ખર્ચ કરવામાં આવ્યો છે. ગામમાં પ્રધાન મંત્રી આવાસ યોજના માટે ૧૨૮ જેટલા લાભાર્થીઓના આવાસો મંજુર કરવામાં આવ્યા છે. તેઓ ઝડપથી કામો પરિપૂર્ણ કરે તેવી વિનંતી કરતાં જણાવ્યું હતું કે ગામડાના મોટા તળાવનું બાંધકામ માટે ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજય કક્ષાએ દરખાસ્ત કરવા સૂચન કરતાં મુણધા ગામની આગામી સમયમાં જરૂરિયાત મુજબ કામો હાથ ધરવામાં આવશે. તેમ કેન્દ્રીય રાજય મંત્રીશ્રી ભાભોરે જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી.જે.રંજીથ કુમારે જણાવ્યું હતું કે મુણધા ગામને આદર્શગામ તરીકે દત્તક લઇ જુદા જુદા વિભાગો દ્વારા લવિકાસના કામોથી અને યોજનાઓથી સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો છે. ગામના બાકી કામોને ઝડપથી પૂર્ણ કરવા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતાં થયેલ વિકાસલક્ષી કામો સરકારી અસ્કયામતોની જાળવણી માટે ગામ આગેવાનો અને ગ્રામજનો સંપૂર્ણ કાળજી લે તેવી કલેકટરશ્રીએ આ તબકકે ખાસ વિનંતી કરી હતી.
આ બેઠકમાં આદર્શ ગામના કામોની રૂપરેખા અને સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી હસમુખ પટેલે જ્યારે આભાર વિધિ ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીમતી કૈલાશબેન ભગોરાએ કરી હતી. આ ગ્રામ સભામાં ગ્રામજનો દ્રારા વિવિધ કામો માટે લેખિત તથા મૈાખિક રજૂઆતો કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ માયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.વી ઉપાધ્યાય, આયોજન અધિકારીશ્રી કે.એસ. ગેલાત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિનેશ નિનામા, પૂર્વધારા સભ્યશ્રી મહેશ ભુરિયા, જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારીઓ, ગામ આગેવાનો- ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.