KEYUR A. PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે વણકતળાઇ હનુમાનજી મંદિર પાસે આવેલ લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળાનાં ધો- 5 થી 10નાં વિધાર્થીઓને શાળાના અચાર્ય દ્વારા યોગ વિશે માહિતી આપવામાં આવી હતી.
વધુમાં આપણા દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા:- ૨૧-જુન-૨૦૧૫ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ યોગ ને વિશ્વ ફલક પર લઇ જઇ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગને એક નવી ઉંચાઇ આપી હતી. આ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે માસ્ટર ટ્રેનર તથા તાલીમબદ્ધ યોગ વિષય તજજ્ઞ યોગ ગુરૂ બાબા રામદેવના સાનિધ્યમાં તૈયાર થયેલ યોગ પ્રશિક્ષક લાલાભાઇ શ્રીમાળી, લવેશભાઇ કલાલ, પવનભાઇ પંડિત, ઉપેંદ્રભાઇ પંચાલ તથા ટીનાભાઇ દરજીના સાનિધ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરાવવા માં આવી હતી. જેમાં લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળાનાં પ્રમુખ લા.ડૉ. ધર્મેંદ્રભાઇ અગ્રવાલ, મંત્રી લા. જવાહરભાઇ અગ્રવાલ તથા લાયન્સ ક્લબનાં મેમ્બર લા. કે.કે નાયર અને બન્ને શાળાનાં આચાર્ય, શિક્ષક ગણ તથા વિધાર્થીઓની ઉપસ્થિતીમાં યોગ-અભ્યાસ-ક્રિયા કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનને ચરિતાર્થ કરવા સ્વાસ્થય શિક્ષણમાં શરીરને સ્વસ્થ નિરોગી અને ઉર્જાવાન બનાવવાં માટે કસરત પર ભાર મુકાય છે. યોગાભ્યાસ પણ એક પ્રકારની કસરત જ છે. યોગનાં માધ્યમ થકી શરીરનાં સ્વાસ્થય સાથે માનસિક, બૌધ્ધિક તેમ જ આધ્યાત્મિક સ્વાસ્થયની પ્રાપ્તિ થાય છે તેવું શાળાના આચાર્ય મુકેશભાઇ પંડ્યાએ તેના વ્યક્તવ્યમાં કહ્યુ હતું.