KEYUR PARMAR – DAHOD
નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને નામદાર દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ માન. એન.બી. પીઠવા સાહેબ (ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, દાહોદ) ના માર્ગદર્શન હેઠળ “લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ”, ઝાલોદમાં તા.૨૨/૦૩/૨૦૧૮ ને ગુરુવારે સવારના આશરે ૦૯:૦૦ કલાકે ઝાલોદના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તથા ઝાલોદ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન બી.આર. સોલંકી સાહેબના વરદ્દ હસ્તે લીગલ લીટરસી ક્લબની સ્થાપનાનું રીબીન કાપી ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે ઝાલોદના એડિશનલ સિવિલ જજ એમ.સી.પટેલ સાહેબ તેમજ સેકન્ડ એડિશનલ સિવિલ જજ જી.ડી.શર્મા સાહેબ તથા લાયન્સ ક્લબના ઝોન ચેરમેન લા. મુકેશભાઈ બી. અગ્રવાલ, પ્રમુખ લા.ડો.ધર્મેન્દ્ર પી. અગ્રવાલ, મંત્રી લા. જવાહર જે. અગ્રવાલ તથા ક્લબના સભ્ય વકીલ લા. કે.એચ.ખંડેલવાલ, શાળાની અંગ્રેજી મધ્યમના આચાર્ય મુકેશભાઇ યુ. પંડ્યા, વિભાગ અધ્યક્ષ ધર્મેન્દ્ર એન. મિશ્રા, ગુજરાતી મધ્યમના આચાર્ય મીઠાલાલ એસ. પ્રજાપતિ, એક્ટિવિટી ઇન્ચાર્જ કેયુર પરમાર તથા માધ્યમિક વિભાગનો સ્ટાફગણ અને વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.
વધુમાં લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના સભ્ય તથા વકીલ કે.એચ.ખંડેલવાલ સાહેબે જણાવ્યુ હતું કે આ લીગલ લીટરસી ક્લબની સ્થાપના દાહોદ જિલ્લાના પાંચ તાલુકામાં પસંદગી પામેલ એક સ્કૂલમાં કરવામાં આવી છે. જેમાં દાહોદ તાલુકામાં હિન્દી સેકન્ડરી સ્કૂલ, ફ્રીલેન્ડ ગંજ, દાહોદ ખાતે, દેવગઢ બારીયા તાલુકામાં સર રણજિતસિંહ હાઈસ્કૂલ, દેવગઢ બારીયા ખાતે, સંજેલી તાલુકામાં ડો.શિલ્પન આર. જોશી મેમોરિયલ હાઈસ્કૂલ, સંજેલી ખાતે, ગરબાડા તાલુકામાં તાલુકા કુમાર શાળા, ગરબાડા ખાતે તથા ઝાલોદ તાલુકામાં બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ, ઝાલોદ ખાતે આ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોએ લીગલ લીટરસી ક્લબ બાબતે સૌને સુમાહિતગાર કર્યા હતા. વધુમાં ઝાલોદના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તથા ઝાલોદ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન બી.આર. સોલંકી સાહેબ દ્વારા બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલના આચાર્ય મુકેશ ને પંડ્યાની લીગલ એઇડ ક્લબના ઇન્ચાર્જ તરીકે નિમણુક કરી, આચાર્ય અને વિભાગીય અધ્યક્ષને ક્લબની કામગીરી સંદર્ભે જરૂરી રજીસ્ટર નિભાવ અંગે માહિતગાર કર્યા હતા અને તે પ્રમાણે કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.