THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદની લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ લા.ડો.નગીનભાઈ પટેલ, મંત્રી લા.ડો.સોનલકુમાર દેસાઈ તથા લાયન્સ સભ્ય ઓમપ્રકાશભાઈ ભંડારીના સહયોગથી શ્રી કે.આર.દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે તા.૨૪/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ એક નિ:શુલ્ક મેગા થેલેસીમિયા ડીટેક્શન કેમ્પ તથા વુમન કાઉન્સેલીંગ કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ લા.ડો.નગીનભાઈ પટેલ, મંત્રી લા.ડો.સોનલકુમાર દેસાઇ, ખજાનચી મુકેશભાઈ અગ્રવાલ, લા. જવાહરભાઈ અગ્રવાલ, લા.ડો.ધર્મેન્દ્ર અગ્રવાલ, લા.પ્રકાશભાઈ અગ્રવાલ, લા.ડો.સેજલબેન સોનલકુમાર દેસાઈ, પ્રથમ લા.લેડી નયનાબેન નગીનભાઈ પટેલ, શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય, NSS પ્રોગ્રામ ઓફિસર અને NCC ના પ્રોફેસર તથા વસંત મસાલા ગૃહ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે ધવલભાઈ માલવી હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં લા.ડો.સેજલબેન એસ. દેસાઈએ લા.ડો.સોનલ કુમાર દેસાઈનો પરિચય આપ્યો હતો અને લા.ડો.સોનલકુમાર દેસાઈને વિદ્યાર્થીઓને થેલેસીમિયા અને સિકલસેલ વિશે વિશેષ માહિતી આપવા કહ્યું હતું અને ડોક્ટર સાહેબે તે વિશે બહુ જ ઉપયોગી અને વિસ્તૃત માહિતી આપી હતી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લે તેવું જણાવ્યું હતું. અને તેમને કહ્યું કે પહેલાના જમાનામાં લગ્ન માટે કુંડળી દેખાવમાં આવતી હતી પરંતુ હવે છોકરા છોકરીઓ થેલેસિમિયાનો રિપોર્ટ એકબીજાના રિપોર્ટ માંગશે. ત્યાંરબાદ લા.ડો. સેેેજલબેન દેેસાઈએ કોલેેેજની વિદ્યાર્થીનીઓને તેમના આંતરિક અને બાહ્ય પરિવર્તન વિશે માહિતગાર કર્યા હતા અને તેમને તે વિશે ઉપયોગી માર્ગદર્શન આપતા થેલેસીમિયા કેમ્પમાં વધુમાં વધુ વિદ્યાર્થીનીઓ ટેસ્ટ કરાવી પોતાના રિપોર્ટ વિશે માહિતગાર થાય તેવું જણાવ્યું હતું. કુલ 225 થી વધુ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
વધુમાં પ્રમુખ લા.ડો.નગીનભાઈ પટેલે કોલેજના આચાર્ય ને લાયન્સ ક્લબ તરફથી જે પણ મદદની જરૂર હોય તે કરવા તત્પર રહેશે તેવું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ સમગ્ર કેમ્પનું સંચાલન કોલેજના પ્રોફેસર આશિષભાઈ મોદી સાહેબે કર્યું હતું.