THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ઝાલોદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી સાથે ઝાલોદ પોલીસ બંદોબસ્ત અને વિડિયો કેમેરાની નજર હેઠળ રહેશે
દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આજે તા.૧૦/૦૭/૨૦૨૧ને શનિવારના રોજ દાહોદ જિલ્લાનાં પોલીસ અધીક્ષક હિતેશ જોયસરનાં અધ્યક્ષ સ્થાને ભકગવન જગન્નાથ રથયાત્રા કમિટીની સાથે આજે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રથયાત્રાનો સમય અને નગરના કયા કયા વિસ્તારમાં રથયાત્રા નીકળવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રથયાત્રામાં ૫૦ વ્યક્તિઓ સાથે નીકાળવામાં આવશે, ત્યારબાદ ઉપસ્થિત રથયાત્રાનાં આયોજકો અને તમામ ભક્તોજનોએ સરકારનાં આદેશ મુજબ કોવીડ – ૧૯ નું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેવી અનેક પ્રકારની સુચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં રથયાત્રાનાં કમિટીનાં સભ્યો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ, ઝાલોદ C.P.I. બી.આર. સંગાડા, દાહોદ LCB પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. શાહ, ઝાલોદ પોલીસ સ્ટેશનના PSI એસ. એન. બારીયા, 2nd PSI વી.જી. રાઠવા, તમામ પત્રકાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.