Friday, November 22, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાઝાલોદ અને ફતેપુરા તાલુકાની બે સસ્તા રાશનના દુકાનદારો ગેરરીતિ આચરતા કડક કાર્યવાહી,...

ઝાલોદ અને ફતેપુરા તાલુકાની બે સસ્તા રાશનના દુકાનદારો ગેરરીતિ આચરતા કડક કાર્યવાહી, ૩ માસ માટે લાયસન્સ રદ કરાયા

દાહોદ જિલ્લાનાં ઝાલોદ અને ફતેપુરા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોમાં કાર્ડધારકોને ઓછું અનાજ આપવા તેમજ કુપન નહીં આપવા જેવી બાબતો તંત્રના ધ્યાનમાં આવતા તાત્કાલિક આવા દુકાનદારોના લાયસન્સ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સસ્તા રાશનની દુકાનોમાં વ્યાપારીઓ ગેરરીતિ આચરી રહ્યાં હોવાનું વિવિધ માધ્યમો મારફતે તંત્રના ધ્યાનમાં આવતા તપાસ બાદ આ આદેશ કરવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર ફતેપુરાનાં સુખસર ખાતેની ભુનેતર મુકેશભાઇ સંચાલીત સસ્તા રાશનની દુકાનમાં કાર્ડધારકોને ઓછું અનાજ આપવા તેમજ કુપન નહિં આપવાની બાબતની ગત તા. ૨૫ ફેબ્રુઆરીએ મામલતદાર ફતેપુરાએ તપાસણી કરતા દુકાનનો પરવાનો ૩ માસ માટે મોકુફ રાખવામાં આવ્યો છે.

જયારે ઝાલોદ તાલુકાના ચાકલીયા ખાતે શશીકાન્ત શાહ સંચાલિત દુકાનમાં અનાજ વિતરણ સમયે ગ્રાહકોને પ્રિન્ટેડ કુપન આપવામાં આવતી ન હોવાની બાબતની ઝાલોદના મામલતદાર દ્વારા તપાસ કરાતા આ દુકાનનો પણ પરવાનો ત્રણ મહિના માટે મોકુફ કરાયો છે.

તંત્ર હજુ પણ સજાગ થઈ અને ફતેપુરા તાલુકા ની દુકાનો ઉપલા અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવે તો ઘણી બધી પોલો બહાર આવે તેમ છે એવી માહિતીઓ મળી રહેલ છે અમુક દુકાનદારો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ દુકાનો પર તંત્ર દ્વારા ક્યારે તપાસણી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments