દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક – ૧ ના કાર્યકર બહેનોને “ઇન્ક્લ્યુસીવ આંગણવાડી” ની બે દિવસીય તાલીમ તા. ૨૦/૦૩/૨૦૨૫ થી ૨૧/૦૩/૨૦૨૫ અને તા. ૨૪/૦૩/૨૦૨૫ થી ૨૫/૦૩/૨૦૨૫ આમ બેચ ૧, ૨ અને ૩, ૪ પ્રમાણે તાલીમ આપવા આવી હતી. જેમાં સંકલિત બાળવિકાસ યોજના અધિકારી ઝાલોદ ૧ ની હાજરીમાં MS ગરાડુ અને PSE દ્વારા કાર્યકર બેનોને જુદા જુદા પ્રકારની દિવ્યંગતાની ઓળખ કરી, બાળકોને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને સમાવેશ થાય તે રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાં માટેની તાલીમ આપવામાં આવી હતી.
આ નિમિતે દિવ્યાંગતાના પ્રકાર,લક્ષણો,ઓળખ અને સમાવેશ કે રિફર વગેરે પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. એ સાથે આંગણવાડી સર્વેમાં આવતા દિવ્યાંગ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવી તેને પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેની સમજ આપવામાં આવી હતી.