Pritesh Panchal – Limdi
ઝાલોદના ઠુથી કંકાસિયા આઉટ પોસ્ટ પર સવારે 6.00 વાગે રાજેસ્થાન પાસીંગની ટ્રકની ઝડતી લેતા તેમાં ગેરકાયદે ઘાસ ચાર વગર બાંધી રાખેલ 17 ભેસો ભરેલી હતી જેની પ્રાથમિક પૂછપરછ કરતા તે રાજેસ્થાનના ડુંગર પુર જીલ્લાના આસપુર ગામેથી લાવી હતી અને તેને ગુજરાતમાં કતલ કરવાના ઈરાદે લઇ જવાના હતા. પરંતુ પોલીસ કોન્સ્ટેબલ પર્વતસિંહએ ચાલક અને ક્લીનરને પૂછપરછ દરમિયાન આધારપુરાવા અને સંતોષ કારક જવાબના આપતા મુકેશ બલુ અને વીકા માંગીલાલ વણઝારા ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરી ભેસો ને પાંજરાપોળ મોકલી આપી હતી.