KEYUR PARMAR BUREAU DAHOD
રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય, આવી રજૂઆતો સ્થળ ઉપર જ ઉકેલ આવે તે માટે “સેવાસેતુ” ના કાર્યક્રમો રાજય સરકાર દ્રારા તા. ૫/૧૧/૨૦૧૬થી રાજયભરમાં શરુ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રાંતના ઝાલોદ તાલુકાના જેતપુર ખાતે જેતપુર, કલજીની સરસવાણી, દેવજીની સરસવાણી, નાનસલાઇ, કદવાળ, વેલપુરા, સહિત ૮ ગામોની સમાવિષ્ટ જેતપુર ગ્રામ પંચાયતનો તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ જેતપુર ખાતે પ્રાંત અધિકારીશ્રી વી.સી.ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયારે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડા ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકોને તેઓના કામો ઘર આંગણે જ થાય, લોકોને જિલ્લા તાલુકા સુધી ધક્કા ખાવા ન પડે, ભાડાના પેસા બચે તે માટે આ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે જાગૃત થઇ આ કાર્યક્રમનો લાભ લઇ રાજયના વિકાસમાં સહભાગી થવા શ્રી અમલીયારે જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના અગ્રણી શ્રી મહેશભાઇ ભુરીયાએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૈાનો સાથ સૈાનો વિકાસ ના મંત્ર સાથે વિકાસની હરણફાળ ભરી છે. રાજયના મુખ્યમંત્રીશ્રીએ વિકાસની સાથે છેવાડાના વિસ્તારોમાં વસતા ગરીબ, આદિવાસી, પછાત લોકો, ખૂડૂતોના વ્યકિતગત વિકાસ કામો માટે નવતર અભિગમન પ્રમાણે ઘર આંગણેજ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સેવાસેતુના કાર્યક્રમો રાજયના ૧૮૩૦૦ ગામોમાં શરૂ થયા છે. ત્યારે જાગૃત થઇ આ કાર્યક્રમનો લાભ લઇ સ્વ વિકાસ સાથે રાજયના વિકાસમાં જોડાવા શ્રી.ભુરીયાએ આહવાન કર્યું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૭ જુદા જુદા વિભાગોના ટેબલો ગોઠવી સંલગ્ન અધિકારી-કર્મચારી દ્રારા લોકોની રજૂઆતો-અરજીઓ લઇ ઓનલાઇન અરજીઓના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મુખ્યમંત્રી મા-અમૃત્તમ કાર્ડ, મા વાત્સલ્યકાર્ડ, રેશનકાર્ડમાં સુધારો નવું રેશનકાર્ડ નામ ઉમેરો વગેરે જેવા દસ્તાવેજો ઓનલાઇન માધ્યમથી સ્થળ ઉપર જ કાઢી આપવામાં આવ્યા હતા. જયારે જુદા જુદા વિભાગોની યોજનાઓના ફોર્મ ભરી નિકાલ માટેની કાર્યવાહી સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ નિનામા, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી વી.જી.ભાભોર, જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભુરીયા, પદાધિકારી, જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ, માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, સરપંચો, ગ્રામજનો, અરજદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા
ઝાલોદ તાલુકાના જેતપુર ખાતે ૧૧ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES