દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક પિતાએ પોતાના બે માસુમ સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો દોડી જઈ આત્મહત્યા કરનાર પિતાને બચાવી લેવામાં આવ્યાં હતો, ત્યારે ઘટનાને પગલે સમગ્ર ઝાલોદ તાલુકા સહિત જિલ્લામાં ભળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક પિતાએ પોતાના બે માસુમ બાળકો જેમાં એક બાળકની ઉંમર ૦૫ વર્ષની અને બાળકીની ઉંમર ૦૬ માસની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંન્ને માસુમ બાળકોની હત્યા કર્યા બાદ પિતાએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને આત્મહત્યા કરનાર પિતાને બચાવી લેવાયાં હતો ત્યારે જાણવા મળ્યાં અનુસાર, પતિ અને પત્નિ વચ્ચે બોલાચાલી થતાં પિતાએ આ પગલું ઉઠાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે ઘટનાને ગંભીરતાથી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.