શ્રાવણ મહીનો આમ તો ભગવાન શિવને અતિ પ્રિય હોય છે ત્યારે શ્રાવણ મહીનામા ભગવાન ભોળાનાથને મનાવવા લોકો દરરોજ મંદિરે જઈને ભગવાન શિવની પુજા અર્ચના કરતા હોય છે . ત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાવસ્યાનૂ અનેરુ મહત્વ રહેલુ છે ત્યારે આજે લીમડીના મોટા મહાદેવ તરીકે પ્રસિધ્ધ એવા કુબેરેશ્વર મહાદેવ મંદીરે વહેલી સવાર થી જ લાંબી લાઇનો લાગી હતી. તેમજ લીમડીના મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાન બિરાજતા હોય છે પરંતુ આજે લીમડી ના મોટા મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાનને ઉજ્જૈનના મહાકાલેશ્વરનુ રૂપ આપતા આકર્ષણનુ કેંદ્ર બન્યા હતા. તેમજ આજે શ્રાવણના છેલ્લા દિવસે લીમડીના મોટા મહાદેવ ભગવાન શંકર નગર ચર્યાએ નિક્ળ્યા હતા તેમજ લીમડી કમીટી તરફ થી શંકર ભગવાનની શોભાયાત્રા માટે નવીન રથ બનાવવામા આવો છે. શ્રાવણ ના છેલ્લા દિવસે ભગવાન ની શોભાયાત્રા કાઢવામા આવી હતી. આ શોભાયાત્રા લીમડીના દરબાર ગઢ ,જૈન મંદિર, કુભારવાસ, ઝંડાચોક, નવા બજાર, ગોધરા રોડ, રાધાકૃષ્ણ બજાર, ખેમસરા બજાર થઈ નીજ મંદિરે પરત ફર્યા હતા, લીમડીના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા. ભગવાનની શોભાયાત્રાનુ લીમડીના નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામા આવ્યુ હતુ, તેમજ મંદિરે પહોચી ભગવાન શિવની મહાઆરતી પણ કરવામા આવી હતી . તેમજ મંદિરને ફુલોથી શણગારવામા આવ્યુ હતુ