ઝાલોદ તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની રચના થયાના બે વર્ષ પૂર્ણ થતાં દ્વિતીય વાર્ષિક ઉજવણીના ભાગરૂપે ઝાલોદ તાલુકા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક ભાઈ બહેનોનું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આજરોજ લીમડી ખાતે શ્રી બી પી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાની ઊપસ્થિતિ રાખવામા આવ્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે ઝાલોદ તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સંચાલિત શ્રી માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક ખરીદ વેચાણ અને બચત ધિરાણ મંડળીની સ્થાપના કરવામા આવી હતી. કાર્યક્રમની શરૂઆત પધારેલ મહાનુભાવો નું પુષ્પહાર થી સ્વાગત કરવામા આવ્યું હતું ત્યાર બાદ મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલા મહાનુભાવો એ તેમજ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝાલોદ તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ અમલિયાર, નીલકંઠભાઈ ઠક્કર, સુંદરભાઈ ઝાડ સહિત શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષક ભાઈઓ ઊપસ્થિત રહ્યા હતા.